Dark Mode
  • રવિવાર, 14 જુલાઈ 2024
Gujarat_Charcha
કેટલાક જિલ્લામાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી

કેટલાક જિલ્લામાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી

 


હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેવાનો છે. ગુજરાતમાં આજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે. એક વરસાદી સિસ્ટમ ઉત્તરપ્રદેશથી ગુજરાત તરફ છે. તો એક સિસ્ટમ દક્ષિણ ગુજરાતમાં સક્રિય છે. જેને કારણે ભારે વરસાદની આગાહી હવામાન કરી રહ્યું છે. હવામાન વિભાગનું માનીએ તો, આજે અમદાવાદમાં વરસાદી માહોલ રહેશે.


રાજ્યમાં ગત વર્ષની સરખામણીએ ચોમાસાની નબળી શરૂઆત રહી છે, આ વર્ષે અત્યાર સુધીમાં 8 ઈંચ સાથે સિઝનનો સરેરાશ 23 ટકા વરસાદ નોંધાયો છે. છેલ્લા 3 દિવસથી છૂટા છવાયા ઝાપટા બાદ કરતા રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે.  ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં 2 દિવસ હળવા વરસાદની આગાહી કરાઈ છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં, 9 જુલાઈ 2024 ના રોજ મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, વરસાદની શક્યતા ઓછી રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવા છાંટા પડી શકે છે. જ્યારે દક્ષિણ-પશ્વિમ દિશામાંથી 10-20 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે.


હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે રાજકોટમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ ભાવનગરમાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત ગાંધીનગરમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ અમદાવાદમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

 

આગામી 3 દિવસ કેવી પરિસ્થિતી રહેશે, જાણો 


10 જુલાઇએ સૌરાષ્ટ્રના અને કચ્છના અનેક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. 


11 જુલાઇએ સુરત, તાપી, નવસારી, વલસાડ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા,  દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી  છે.


12 જુલાઇએ આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદમાં વરસાદની આગાહી કરાઈ છે.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!