Dark Mode
  • રવિવાર, 14 જુલાઈ 2024
Gujarat_Charcha
મોઆનાઃ 2 માટે દર્શકો ની રાહ પૂરી થઈ, આ દિવસે થશે ફિલ્મ રીલિઝ

મોઆનાઃ 2 માટે દર્શકો ની રાહ પૂરી થઈ, આ દિવસે થશે ફિલ્મ રીલિઝ

મોઆના અને  માયુ 2024ના અંતમાં ફરી એકવાર થિયેટરોમાં આવવા માટે તૈયાર છે. ડિઝનીએ ફર્સ્ટ લુક સાથે મોઆના 2ની સિક્વલની સત્તાવાર જાહેરાત કરી છે.

 

ડિઝનીના સીઈઓ બોબ ઈગરે જણાવ્યું હતું કે, "મોઆના એક અતિ લોકપ્રિય ફ્રેન્ચાઈઝી બની ગઈ છે અને અમે તમને ફિલ્મમાંથી મોઆના અને  માયુ વિશે વધુ જાણકારી આપવા માટે વઘુ રાહ જોઈ શકતા નથી."

 

એક રિપોર્ટ મુજબ, વોલ્ટ ડિઝની એનિમેશન સ્ટુડિયોનું આ એનિમેટેડ મ્યુઝિકલ પ્રેક્ષકોને મોઆના, માયુ સાથે એક નવી સફર પર લઈ જવાનું વચન આપે છે. ફિલ્મની સિક્વલનું નિર્દેશન ડેવ ડેરિક જુનિયર કરી રહ્યા છે. આ પ્રોજેક્ટ માટે 2016ની ફિલ્મના કેટલાક ગીતકારોને સામેલ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. જો કે, લિન-મેન્યુઅલ મિરાન્ડા, જેમણે પ્રથમ ભાગમાં ઘણા અદભૂત ટ્રેક કમ્પોઝ કર્યા હતા, તે ફિલ્મની સિક્વલમાં જોવા મળે તેવી અપેક્ષા નથી. તેમના સ્થાને, એબીગેલ બાર્લો અને એમિલી બેર તેમજ ઓપેટાયા ફોયે અને માર્ક મેન્સીનાની જોડી ફિલ્મ માટે સંગીત કમ્પોઝ કરશે.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!