Dark Mode
  • રવિવાર, 14 જુલાઈ 2024
Gujarat_Charcha
ટીમ ઈન્ડિયાની જીત બાદ ડ્રેસિંગ રૂમનો વીડિયો આવ્યો સામે, જુઓ

ટીમ ઈન્ડિયાની જીત બાદ ડ્રેસિંગ રૂમનો વીડિયો આવ્યો સામે, જુઓ

જીત બાદ મેદાનમાં જોરદાર ઉજવણી કરવામાં આવી હતી. આખી દુનિયા આની સાક્ષી હતી અને સોશિયલ મીડિયા પર વીડિયો પણ વાયરલ થયા હતા, પરંતુ ડ્રેસિંગ રૂમનું સેલિબ્રેશન કોઇએ જોયું ન હોતું. ભારતીય ક્રિકેટ ટીમે આઇસીસી ટી20 વર્લ્ડ કપ જીતીને ચાહકોની લાંબી રાહનો અંત આણ્યો છે. 

 

ભારતીય ટીમે આઇસીસી ટી-20 વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચ્યો છે. ભારત ટૂર્નામેન્ટના ઈતિહાસમાં અજેય રહીને આ ટાઈટલ જીતનાર પ્રથમ દેશ બની ગયો છે. વર્ષ 2007માં ટીમ ઈન્ડિયાએ આઇસીસી T-20 વર્લ્ડ કપની પ્રથમ આવૃત્તિ જીતી હતી. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં કમાલ કર્યા બાદ ટીમ ઈન્ડિયાને આવી સફળતા મળી નથી. 

 

17 વર્ષ બાદ હવે ભારતીય ટીમ રોહિત શર્માની કેપ્ટન્સીમાં T-20 વર્લ્ડ ચેમ્પિયન બની છે. જીત બાદ મેદાનમાં જોરદાર ઉજવણી કરવામાં આવી હતી. આખી દુનિયા આની સાક્ષી હતી અને સોશિયલ મીડિયા પર વીડિયો પણ વાયરલ થયા હતા, પરંતુ ડ્રેસિંગ રૂમનું સેલિબ્રેશન કોઇએ જોયું ન હોતું. 

 

ભારતે 2013થી અત્યાર સુધી કોઈ આઈસીસી ટાઈટલ જીત્યું ન હોતું. ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકા સામે છેલ્લી ઓવરમાં રોમાંચક વિજય નોંધાવીને ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી જીતી લીધી હતી. આ મેચ બાદ કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી સાથે કોચ રાહુલ દ્રવિડ પણ મેદાન પર જોરદાર ઉજવણી કરતા જોવા મળ્યા હતા. BCCIએ ડ્રેસિંગ રૂમનો એક વીડિયો શેર કર્યો છે જેમાં તમામ ખેલાડીઓ ઉજવણી કરતા જોવા મળે છે. તો આ તમને બતાવી દઈએ.. 

 

ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી જીતીને ભારતીય ટીમ જ્યારે ડ્રેસિંગ રૂમમાં પહોંચી તો દરેક તેની સાથે તસવીર લેવા માંગતા હતા. દરેક જણા આ યાદગાર ક્ષણને સાચવવા માંગતા હતા. વિરાટ કોહલી, કુલદીપ યાદવ, ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ, જસપ્રિત બુમરાહ સહિત તમામ ખેલાડીઓ ટ્રોફીને કિસ કરતા અને તેની સાથે ફોટો પડાવતા જોવા મળ્યા હતા. આ ફોટો સેશનમાં કોચ રાહુલ દ્રવિડ, બેટિંગ કોચ વિક્રમ રાઠોડની સાથે સમગ્ર કોચિંગ સ્ટાફ પણ સામેલ હતો.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!