Dark Mode
  • રવિવાર, 14 જુલાઈ 2024
Gujarat_Charcha
શેરબજારની ઘટાડા સાથે શરૂઆત, માર્કેટ કેપ 450 લાખ કરોડને પાર

શેરબજારની ઘટાડા સાથે શરૂઆત, માર્કેટ કેપ 450 લાખ કરોડને પાર

 

પેટા-બજાર ખુલતાની સાથે જ BSE સેન્સેક્સ 100 પોઈન્ટ નીચે ગયો હતો, જ્યારે NSE નિફ્ટી સંપૂર્ણપણે ફ્લેટ ખુલ્યો હતો અને 24300 ની નીચે સરકી ગયો હતો.

 

ભારતીય શેરબજાર આજે ફ્લેટ ખૂલ્યા બાદ ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. બીજી બાજુ સ્ટોક સ્પેસિફિક તેજીના પગલે આજે બીએસઈ માર્કેટ કેપ 10.42 વાગ્યે રૂ. 450.42 લાખ કરોડની રેકોર્ડ સપાટીએ પહોંચ્યું હતું. આજે મોર્નિંગ સેશનમાં સેન્સેક્સ ગત શુક્રવારના બંધ સામે 81.6 પોઈન્ટના નજીવા ઘટાડે ખૂલ્યા બાદ 25.78 પોઈન્ટ વધી 80 હજારનું લેવલ ક્રોસ કર્યું હતું. જો કે, બાદમાં પ્રોફિટ બુકિંગનું પ્રમાણ વધતાં સેન્સેક્સ 200 પોઈન્ટ સુધી તૂટ્યો હતો. 10.56 વાગ્યે 136.31 પોઈન્ટ ઘટી 79, 860.29 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

 

બીએસઈ માર્કેટ કેપ સતત નવી રેકોર્ડ ટોચ નોંધાવી રહ્યું છે. આજે રૂ. 450.42 લાખ કરોડની સપાટીએ પહોંચ્યું છે. નિફ્ટીની ફ્લેટ શરૂઆત બાદ 10.56 વાગ્યે 34.55 પોઈન્ટ ઘટી 24289.30 પર ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટી 50માં 18 સ્ક્રિપ્સ સુધારા તરફી અને 32 ઘટાડા તરફી ટ્રેડ થઈ રહી છે.

 

બીએસઈ ખાતે 3954 સ્ક્રિપ્સ પૈકી 1956 શેર્સ ગ્રીન ઝોનમાં અને 1829 શેર્સ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. ટૂંકસમયમાં જ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક કોર્પોરેટ પરિણામો જાહેર થશે. શેરબજારમાં છેલ્લા એક મહિનાથી આકર્ષક તેજી જોવા મળી છે. જે ગમે-ત્યારે વિરામ લે તેવી શક્યતા માર્કેટ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.

 

BSE સેન્સેક્સ 81.60 પોઈન્ટ અથવા 0.10 ટકા ઘટીને 79,915 ના સ્તર પર ખુલ્યો હતો. NSEનો નિફ્ટી માત્ર 5.60 પોઈન્ટના વધારા સાથે 24,329 પર ખુલ્યો હતો. આ રીતે બજારની સામાન્ય શરૂઆત થઈ છે. બેન્ક નિફ્ટી ઘટીને ખુલ્યો અને બજાર ખુલ્યા પછી તરત જ 52,321ની નીચી સપાટી બનાવી હતા. જો કે, તેમાં જોરદાર વધઘટ જોવા મળી રહી છે જેના કારણે તે 52,656ની ટોચે પહોંચી ગયો છે. બેન્ક નિફ્ટીના 12માંથી 9 શેરમાં વધારો જોવા મળી રહ્યો છે જ્યારે 3 શેર ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.

 

345 શેર્સ નવી વાર્ષિક ટોચે

 

બીએસઈ ખાતે આજે 345 શેર્સ નવી વાર્ષિક ટોચે પહોંચ્યા છે. જ્યારે 26 શેર્સ વાર્ષિક તળિયે નોંધાયા હતા. 308 શેર્સમાં અપર સર્કિટ અને 216 શેર્સમાં લોઅર સર્કિટ વાગી હતી. સ્મોલકેપ, મીડકેપ શેર્સમાં તેજીના પગલે આજે ફરી નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. પીએસયુ સ્ટોક્સમાં પણ આકર્ષક તેજી જોવા મળી છે.

 

BSE નું માર્કેટ કેપિટલાઇઝેશન 

 

BSEનું માર્કેટ કેપિટલાઇઝેશન પહેલેથી જ રૂ. 450 લાખ કરોડના સીમાચિહ્નને પાર કરી ચૂક્યું હતું અને આજે તે રૂ. 451.30 લાખ કરોડ પર આવી ગયું છે. હાલમાં, BSE પર 3329 શેરનો વેપાર થઈ રહ્યો છે, જેમાંથી 1920 શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. 1266 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને 143 શેરોમાં કોઈ ફેરફાર વગર કારોબાર થઈ રહ્યો છે.170 શેરમાં અપર સર્કિટ અને 91 શેરમાં લોઅર સર્કિટ છે. 240 શેર તેમની 52-વિકની ઊંચી સપાટીએ છે જ્યારે 17 શેર તેમની 52-વિકની નીચી સપાટીએ છે.

 

સેન્સેક્સ શેરોની સ્થિતિ

 

સેન્સેક્સના 30 શેરોમાંથી 16 શેરમાં ઘટાડો અને 14 શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. વધતા શેરોમાં, ટાટા મોટર્સ 2.03 ટકા અને ટેક મહિન્દ્રા 0.52 ટકા ઉપર છે. SBI અને ICICI બેંકમાં 0.34 ટકાનો ઉછાળો છે. M&M 0.33 ટકા અને ઇન્ફોસિસ 0.25 ટકા ઉપર છે.

 

નિફ્ટી શેર અપડેટ 

 

નિફ્ટીના 50 શેરોમાંથી 30 શેરોમાં ઘટાડો છે અને 19 શેરો તેજીમાં છે જ્યારે 1 શેર કોઈપણ ફેરફાર વગર ટ્રેડ થઈ રહ્યો છે. ટાટા મોટર્સ, હીરો મોટોકોર્પ, વિપ્રો, M&M અને ટેક મહિન્દ્રાના શેર્સ ટોપ ગેઇનર્સમાં મોખરે છે. ઘટતા શેરોમાં ટાઇટન, શ્રીરામ ફાઇનાન્સ, ડીવીની લેબ્સ, અદાણી પોર્ટ્સ અને એશિયન પેઇન્ટ્સના શેરનો સમાવેશ થાય છે

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!