Dark Mode
  • રવિવાર, 14 જુલાઈ 2024
Gujarat_Charcha
વિશ્વ ભારતી વિદ્યાલય, નારોલમાં સ્ટેમ એન્ડ રોબોટિક્સ સમર કેમ્પ 2024નું આયોજન કરવામાં આવ્યું

વિશ્વ ભારતી વિદ્યાલય, નારોલમાં સ્ટેમ એન્ડ રોબોટિક્સ સમર કેમ્પ 2024નું આયોજન કરવામાં આવ્યું

વેકેશનના સમયગાળામાં નવું શીખી શકાય તેવા હેતુ સાથે વિશ્વ ભારતી વિદ્યાલય, શાહવાડીમાં 10 દિવસના સમરકેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ સમર કેમ્પમાં 31 વિદ્યાર્થીઓએ ભાગ લીધો.

આ સમર કેમ્પ STEM એટલે કે વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિરીંગ, ગણિત અને રોબોટિક્સ જેવા વિષયોના સિદ્ધાંતોને ઊંડાણથી સમજી શકે અને  પ્રાયોગિક રીતે અનુભવ કરીને 'એક્સપેરીએનશલ લર્નિંગ' કરે તેના માટે, 'સ્ટેમ એન્ડ રોબોટિક્સ સમર કેમ્પ 2024'નું આયોજન કરવામાં આવ્યું. આ સમર કેમ્પમાં 3 શાળા, વિશ્વ ભારતી વિદ્યાલય, અગ્રેસન વિદ્યામંદિર અને રાહે પબ્લિક સ્કુલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો. 

10 દિવસના સમરકેમ્પમાં બાળકોએ સ્ટેમ એકટીવીટી- જેવી કે હાઇડ્રોલીક રોકેટ લોન્ચર, બલૂન એક્સપેરિમેન્ટ, વોટર ફિલ્ટર, કલાઉડ ફોરમેશન, સાઇનોટેપ અને રોબોટિસિક્સ એક્ટિવિટી - સેન્સર કાર, બેઝિક ઇલેક્ટ્રોનિક શીખવામાં મદદ કરે એવી કીટ- ગિઝમો જેવી એક્ટિવિટીમાં હાથ અજમાવ્યો. 

રમતા રમતા વિજ્ઞાનના સિદ્ધાંતોને સહેલાઇથી સમજી શકાય અને વેકેશનના સમયનો કાર્યશીલ રીતે ઉપયોગ કરી શકાય તેના માટેનું ઉત્તમ આયોજન કરવામાં આવ્યું. 

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

સાથે સાથે આ સમર કેમ્પનું સમાપન 5 જૂનએ કરવામાં આવ્યું. 5 જૂન, વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગ રૂપે બાળકો શાળાના સંચાલક/ પ્રિન્સિપાલ રાજેશભાઈ ભરવાડએ પર્યાવરણ દિવસનું મહત્વ સમજાવ્યું અને 2024ની થીમ 'Our Land, Our Future,We are #GenerationRestoration.'માં શાળાના બાળકો પર્યાવરણની જાળવણીમા પોતાનું યોગદાન કેવી રીતે આપી શકેએ સમજાવ્યું. અને શાળાના પ્રાંગણમાં છોડ વાવીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી. સંચાલકના હસ્તે શાળાના બાળકોને સર્ટિફિકેટ આપીને સમર કેમ્પનું સમાપન કરાયું.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!