Dark Mode
  • રવિવાર, 14 જુલાઈ 2024
Gujarat_Charcha
 Paytmના શેરમાં રોકેટ ગતિએ વધારો થવાની શક્યતા

 Paytmના શેરમાં રોકેટ ગતિએ વધારો થવાની શક્યતા

પેટા- કંપનીનું મૂલ્યાંકન વધારીને 100 અબ Paytmના શેરમાં રોકેટ ગતિએ વધારો થવાની શક્યતાજ ડોલર કરવાની યોજના બનાવાઈ

આ વર્ષની શરૂઆતમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા Paytm પેમેન્ટ્સ બેંક પર બેન લગાવી હતી. પ્રતિબંધની કાર્યવાહી બાદ Paytmના શેરોમાં જોરદાર ઘટાડો આવ્યો હતો. શેર 760 રૂપિયાના સ્તરથી ઘટીને 310 રૂપિયાના નીચલા સ્તર પર પહોંચી ગયા હતા.

પેટીએમની પેરેન્ટ કંપની One97 કમ્યુનિકેશન્સ લિમિટેડના શેરે ગત 2 કારોબારી દિવસોમાં જોરદાર તેજી દેખાડી છે. પેટીએમના શેર આજે સોમવારેના રોજ ઈન્ટ્રા ડેમાં 9 ટકા વધીને 475.85 રૂપિયા સુધી પહોંચી ગયા છે. શુક્રવારે પણ શેરમાં 6 ટકા તેજી જોવા મળી હતી. ગત 2 ટ્રેડિંગ સેશનમાં શેરમાં 14 ટકા તેજી જોવા મળી છે. જ્યારે આજે પણ વધારા સાથે Paytmના શેર 5 મહિનામાં સૌથી ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયા છે.

સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે પેટીએમના શેર ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા. જ્યાં એક તરફ માર્કેટમાં ઘટાડો વધી રહ્યો હતો, તો બીજી તરફ Paytm શેર જોર પકડી રહ્યો હતો. અને આ સ્ટોક 9 ટકાથી વધુ ઉછળીને રૂ. 475.85ના સ્તરે પહોંચી ગયો હતો. ત્યારે આ જે આ શેરમાં 5 મહિનામાં સૌથી ઊંચા સ્તરે પહોંચ્યો હતો. 

આ વર્ષની શરૂઆતમાં RBIએ Paytm પેમેન્ટ્સ બેંક પર બેન લગાવી હતી, જે બાદ Paytmના શેરોમાં જોરદાર ઘટાડો આવ્યો હતો. શેર 760 રૂપિયાના સ્તરથી ઘટીને 310 રૂપિયાના નીચલા સ્તર પર પહોંચી ગયા હતા. પરંતુ હાલ આમાં સુધારો જોવા મળ્યો છે. 9 ફેબ્રુઆરી બાદથી આ શેર 315 રૂપિયાથી 440 રૂપિયાની રેન્જમાં અટકી ગયો હતો. 5 મહિના બાદ તેણે આ રેન્જ તોડીને બહાર પગ મૂક્યો છે. 5-6 મહિનાની રેન્જને આ શેર દ્વારા બનાવવામાં આવેલો બેસ પણ કહી શકાય છે.

Paytmના સ્થાપકે કંપની માટે એક મોટી યોજના બનાવી છે

હવે Paytmના શેરમાં અચાનક ઉછાળો આવવા પાછળના કારણ વિશે વાત કરીએ તો તમને જણાવી દઈએ કે RBIની કાર્યવાહી બાદ ભારે નુકસાન સહન કરી રહેલા Paytmનું વેલ્યુએશન ભલે 3.5 બિલિયન ડોલર પર આવી ગયું હોય, પરંતુ Paytmના ફાઉન્ડર વિજય શેખર શર્મા. તે તેને પુનઃસ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે અને અહેવાલો અનુસાર, તાજેતરમાં એક કાર્યક્રમમાં તેણે કંપનીનું મૂલ્યાંકન વધારીને 100 અબજ ડોલર કરવાની યોજના બનાવી છે.

વિજય શેખર શર્માએ કહ્યું કે, હવે અમે પડકારોનો સામનો કરવા માટે વધુ સારી રીતે તૈયાર છીએ. નોંધનીય છે કે Paytm તેના બિઝનેસ સેગમેન્ટ પર નવેસરથી કામ કરી રહ્યું છે અને આ અંગે સંસ્થાપકના આવા નિવેદનોની અસર Paytmના શેર પર પણ દેખાઈ રહી છે

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!