Dark Mode
  • રવિવાર, 14 જુલાઈ 2024
Gujarat_Charcha
હવે RBIની ડિજિટલ કરન્સીને ઑફલાઇન પણ વાપરી શકાશે

હવે RBIની ડિજિટલ કરન્સીને ઑફલાઇન પણ વાપરી શકાશે

RBI દ્વારા વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન કરવાને કારણે સામાન્ય લોકોની EMI ઘટાડવાની શક્યતા ખતમ થઈ ગઈ હતી. પરંતુ આરબીઆઈએ ડિજિટલ કરન્સી પર મોટી જાહેરાત કરી અને કહ્યું કે, હવે તેનો ઓફલાઈન પણ ઉપયોગ કરી શકાશે. ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ પર ગવર્નર શક્તિકાંત દાસનું ફોકસ ફુગાવા પર રહ્યું. કેન્દ્રીય બેંકે રેપો રેટને 6.5 ટકા પર સ્થિર રાખ્યો છે. આરબીઆઈ દ્વારા વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન કરવાને કારણે સામાન્ય લોકોની EMI ઘટાડવાની શક્યતા ખતમ થઈ ગઈ હતી. પરંતુ આરબીઆઈએ ડિજિટલ કરન્સી પર મોટી જાહેરાત કરી અને કહ્યું કે, હવે તેનો ઓફલાઈન પણ ઉપયોગ કરી શકાશે. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે, ટૂંક સમયમાં મર્યાદિત ઈન્ટરનેટ કનેક્ટિવિટી ધરાવતા વિસ્તારોમાં પણ ઈ-રૂપી દ્વારા વ્યવહારો થઈ શકશે. તેમણે કહ્યું હતું કે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) પાયલોટ પ્રોજેક્ટ પર ઑફલાઇન ક્ષમતા રજૂ કરવામાં આવશે.

 

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, પાયલોટ પ્રોજેક્ટના ભાગ રૂપે વધારાના પ્રોગ્રામેબિલિટી-આધારિત ઉપયોગના કેસ રજૂ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે રિટેલ સીબીડીસીનો પાયલોટ ડિસેમ્બર 2022માં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટે ડિસેમ્બર 2023માં એક દિવસમાં 10 લાખ ટ્રાન્ઝેક્શન કરવાનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. તમને જણાવી દઈએ કે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) સિવાય પણ ઘણા ઓનલાઇન પેમેન્ટ પ્લેટફોર્મ દ્વારા ઑફલાઇન પેમેન્ટ કરી શકાય છે.

તે હવે અહીં વપરાય છે

હાલમાં, સિસ્ટમ પાયલોટ દ્વારા, વ્યક્તિ-થી-વ્યક્તિ (P2P) અને વ્યક્તિ-થી-મર્ચન્ટ (P2M) વ્યવહારો બેંકો દ્વારા પ્રદાન કરવામાં આવેલા ડિજિટલ રૂપિયા વૉલેટનો ઉપયોગ કરીને કરી શકાય છે. ઓફલાઈન પેમેન્ટ બાદ ઈ-રૂપિયાના ઉપયોગમાં વધારો થશે. CBDC નો ઉપયોગ અન્ય ઘણી સેવાઓ માટે પણ થઈ શકે છે.

 

AEPS સેવાનો વિસ્તાર કરવામાં આવશે

શક્તિકાંત દાસે આધાર સક્ષમ પેમેન્ટ સિસ્ટમ (AEPS) ની સુરક્ષા સુવિધાઓ વધારવાની જાહેરાત કરી. 2023માં 37 કરોડ લોકોએ તેનો ઉપયોગ કર્યો હતો. AEPS સંબંધિત સૂચનાઓ ટૂંક સમયમાં જારી કરવામાં આવશે. ડિજિટલ પેમેન્ટને સુરક્ષિત બનાવવા માટે RBEI દ્વારા ઘણા પગલાં પણ લેવામાં આવશે.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!