Dark Mode
  • રવિવાર, 14 જુલાઈ 2024
Gujarat_Charcha
નેપાળે કોસી બેરેજના તમામ ગેટ ખોલ્યા, બિહારમાં પૂર

નેપાળે કોસી બેરેજના તમામ ગેટ ખોલ્યા, બિહારમાં પૂર

 


નેપાળમાં છેલ્લા કેટલાક દિવસથી સતત મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે નેપાળમાં રવિવારે કોસી બેરેજના 56 દરવાજા ખોલવા પડ્યા હતા. દરવાજા ખોલતા બિહારની કોસી નદીમાં પાણીનો જળ સ્ત્રોત ખૂબ વધ્યો હતો, જેને કારણે ઘણા જિલ્લામાં પૂરનો ખતરો વધી ગયો છે. 


કોસી બેરેજના તમામ દરવાજા ખોલી દેવામાં આવ્યા બાદ રવિવારે 3 લાખ 94 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, ત્યારબાદ કોસી નદીનું જળસ્તર વધી ગયું છે અને ઘણા ગામોમાં પૂરના પાણી પહોંચી ગયા છે. જેના કારણે હજારો લોકો પ્રભાવિત થયા છે.


સુપૌલ, સહરસા અને મધેપુરા જિલ્લામાં સ્થિતિ એવી છે કે, નદીની અંદર સ્થિત સેંકડો ગામો સંપૂર્ણપણે ડૂબી ગયા છે. લોકો પોતાનો જીવ બચાવવા સુરક્ષિત ઊંચા સ્થળોએ પહોંચી રહ્યા છે. કોસી નદીમાં પાણીનું સ્તર વધ્યા પછી સુપૌલ, સહરસા અને મધેપુરા જેવા જિલ્લાઓમાં પૂરનું જોખમ વધી ગયું છે. 


બિહાર માટે મુશ્કેલી એ છે કે, આ વખતે જુલાઈ મહિનામાં જ કોસી નદીમાં પાણીનું સ્તર જબરજસ્ત વધી ગયું છે. મળતી માહિતી મુજબ, છેલ્લા 44 વર્ષમાં આ પહેલીવાર છે જ્યારે જુલાઈ મહિનામાં કોસી બેરેજમાંથી અંદાજે 4 લાખ ક્યુસેક પાણી છોડાયું છે. 


નેપાળમાં સતત વરસાદ બાદ આવેલા પૂરના કારણે યુપીની મુશ્કેલીઓ પણ વધી છે. પૂર્વી ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં પૂરના કારણે સ્થિતિ કાબૂ બહાર થઈ રહી છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારો ડૂબી જવાનો ભય છે. બગાહામાં ખેતરોમાં કામ કરવા ગયેલા 150 ખેડૂતો પૂરમાં ફસાયા હતા. જોકે, સદનસીબે કલાકો સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ ખેડૂતોનો આબાદ બચાવ થયો હતો.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!