Dark Mode
  • રવિવાર, 14 જુલાઈ 2024
Gujarat_Charcha
કોંગ્રેસ MLAના ઈશારે ભાજપ MLAના પુત્રનું નામ FIRમાંથી બહાર

કોંગ્રેસ MLAના ઈશારે ભાજપ MLAના પુત્રનું નામ FIRમાંથી બહાર

રાહુલ ગાંધી દ્વારા હિન્દુ અંગે કરાયેલા નિવેદન બાદ અમદાવાદના કોંગ્રેસ ભવનમાં થયેલી તોડફોડના કારણે ભાજપ- કોંગ્રેસના કાર્યકરોએ સામસામે પથ્થરમાર્યો કર્યો હતો. આ આખીય ઘટના જાણે પોલિટિકલ ગેમ ચાલતી હોય એમ ભાજપ અને કોંગ્રેસના શહેર પ્રમુખ વચ્ચે રાજકીય સેટિંગના આધારે પોલીસ ફરિયાદમાં નામ નોંધાયા છે. તેમાંય કોંગ્રેસ ધારાસભ્ય શૈલેશ પરમારના ઇશારે ભાજપના ધારાસભ્ય અને શહેર ભાજપ પ્રમુખ અમિત શાહના પુત્રનું નામ પોલીસ ફરિયાદમાં નોંધાયુ નથી તેવા દાવા કરાયા છે. 

કોંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમારના ઈશારે ભાજપના MLA અને શહેર પ્રમુખ અમિત શાહના પુત્રનું નામ પથ્થરમારાની ફરિયાદમાં નોંધાયું ન હતું. ઉશ્કેરણી કરનાર કોંગ્રેસના ધારાસભ્યનું નામ પણ ફરિયાદમાં નથી. હાલ સોશિયલ મિડીયામાં આ ઘટનાને લઇને ભાજપ-કોંગ્રેસના નેતાઓ સામે કાર્યકરોએ કોમેન્ટો કરીને તડાપીટ બોલાવી છે. 

ત્યારે હવે ખુદ કોંગ્રેસના કાર્યકરોની વાત માનીએ તો તેઓ કહે છે કે, અહીં બધુ સેટિંગ ચાલે છે. ગુજરાત આવે ત્યારે રાહુલ બાબાને ચા-નાસ્તો કરાવીને મોકલી દેવામાં આવે છે! રાહુલ ગાંધી ગુજરાતમાં આવે ત્યારે તેમને ગોળગોળ વાર્તા કરીને સમજાવી દેવામાં આવે છે. તેમની સામે ક્યારેય સાચી હકીકત લાવવામાં આવતી નથી. એમની જોડે ચા-નાસ્તો કરવા બેઠેલાં ગુજરાત કોંગ્રેસના પહેલી હરોળના નેતાઓમાંથી જ મોટાભાગના નેતાઓ ભાજપ સાથે ભળેલાં હોય છે. 

ગુજરાતમાં કોંગ્રેસની ટીમ ભાજપની 'B' ટીમ  છે! કોંગ્રેસના કોઈપણ કાર્યકરને આ અંગે પૂછતાની સાથે જ તેની ખરાઈ અને ખાત્રી પણ અચુક થઈ જાય છે. એજ કારણ છે કે, ગુજરાતમાં કોંગ્રેસ ક્યારેય નથી જીતતું, કારણકે, અહીં જીતવા માટે નહીં સેટિંગ કરવા માટે અને પોતાનો કિલ્લો સંભાળીને બેસી રહેવા માટે વધારે રૂપિયા મળે છે. 

ભાજપના નેતા સાથે નજીકનો ઘરોબો

બીજી તરફ, ઉશ્કેરણી કરનાર કોંગ્રેસના ધારાસભ્યનું નામ ફરિયાદમાં નથી. ટૂંકમાં, ભાજપ-કોંગ્રેસના કસૂરવાર નેતાઓએ નિર્દોષ કાર્યકરોને આગળ ધરી કામ તમામ કર્યુ છે જેને લઈને બંને પક્ષોમાં આંતરિક વિરોધની જવાળા ભભૂકી છે. કોંગ્રેસ ભવન પાસે ભાજપ-કોંગ્રેસ કાર્યકરો વચ્ચે પથ્થરમારાની ઘટના બની હતી. આ ઘટનામાં સીસીટીવી ફુટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, પથ્થરમારામાં ભાજ૫-કોંગ્રેસના નેતા-કાર્યકરો સામેલ છે. બીજુ કે, કોંગ્રેસ કાર્યકરોનો જોમ જુસ્સો વધારવા જ રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાતે આવ્યાં હતાં. કોંગ્રેસના નેતાઓના ભાજપ સાથેના નજીકનો ઘરોબો છે. રાહુલ ગાંધીની શિખામણ જાણે ઝાંપા સુધી બની રહી હતી.

સ્પે. એનઆઇએ કોર્ટમાં સાતમું પુરવણી ચાર્જશીટ ચર્ચા એવી છે કે, કોંગ્રેસના આ નેતાએ ભાજપના શહેર પ્રમુખ-ધારાસભ્ય અમિત શાહને પથ્થરમારાની ઘટનાનો એક વીડિયો મોકલ્યો હતો જેના પાછળનો આશય એ હતો કે, આ વીડિયોમાં અમિત શાહના પુત્ર પથ્થરમારો કરતાં સ્પષ્ટ દેખાતા હતાં. કોંગ્રેસના નેતાઓનો ઇરાદો એ હતો કે, ભાજપ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવે તેમાં તેમનું નામ ન આવે. આમ, ભાજપ અને કોંગ્રેસના શહેર પ્રમુખ વચ્ચેના રાજકીય ગોઠવણ પાડવામાં આવી હતી. આખરે બંને પક્ષે નિર્દોષ કાર્યકરોને ધરી દેવાયા છે અને કસૂરવાર કાર્યકરોને બચાવી લેવાયા હતાં.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!