Dark Mode
  • રવિવાર, 14 જુલાઈ 2024
Gujarat_Charcha
તલાક પછી મુસ્લિમ મહિલા માંગી શકશે ભરણ-પોષણ

તલાક પછી મુસ્લિમ મહિલા માંગી શકશે ભરણ-પોષણ

એક મુસ્લિમ પતિએ તલાક લીધા બાદ પત્નીને ભરણપોષણ આપવા માટે કોર્ટે કરેલા નિર્દેશને પડકારવા સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. આથી CRPCની કલમ 125 હેઠળ તલાક બાદ પણ મુસ્લિમ મહિલા ભરણપોષણ મેળવી શકે કેમ તે અંગે કોર્ટે અમિકસ ક્યુરી એટલે કે કોર્ટમિત્ર નિયુક્ત કર્યો છે.

જેમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાથી એવી મુસ્લિમ મહિલાઓને મોટી રાહત મળી છે. જેમના તલાક થઈ ગયા છે. કોર્ટે બુધવારે ચુકાદામાં કહ્યું કે મુસ્લિમ મહિલાઓ તેમના પતિ વિરુદ્ધ સીઆરપીસીની કલમ 125 હેઠળ ભરણ-પોષણ માટે અરજી દાખલ કરી શકે છે. 

જસ્ટિસ બી.વી.નાગરત્ના અને જસ્ટિસ ઓગસ્ટીન જ્યોર્જ મસીહે અલગ અલગ પણ એક જેવો જ ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું કે એક ભારતીય વિવાહિત મહિલાએ એ તથ્ય પ્રત્યે સાવચેત થવાની જરૂર છે જે આર્થિક રીતે સ્વતંત્ર નથી. 

આ પ્રકારના આદેશથી સશક્તિકરણનો અર્થ એ છે કે તેમની સંસાધનો સુધી પહોંચ જળવાઈ રહે. 
અમે અમારા ચુકાદામાં વર્ષ 2019ના કાયદા હેઠળ ગેરકાયદે તલાકના પાસાઓ પણ ઉમેર્યા છે. અમારો નિષ્કર્ષ છે કે સીઆરપીસીની કલમ 125 હેઠળ તમામ મહિલાઓ (લિવ ઈન સહિત અન્ય) પર આ ચુકાદો લાગુ પડે, ન કે ફક્ત વિવાહિત મહિલાઓ પર.

સુપ્રીમ કોર્ટની ડબલ બેનચે એક મુસ્લિમ યુવકની અરજી ફગાવી દીધી હતી. જેમાં સીઆરપીસીની કલમ 125 હેઠળ તેની તલાકશુદા પત્નીની તરફેણમાં વચગાળાના ભરણ-પોષણ આદેશને પડકારાયો હતો. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે મુસ્લિમ મહિલા (તલાક પર અધિકારોનું સંરક્ષણ) એક્ટ 1986 ની કલમ 125ની જોગવાઈઓને રદ નહીં કરે

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!