Dark Mode
  • રવિવાર, 14 જુલાઈ 2024
Gujarat_Charcha
મર્સિડીઝ-બેન્ઝે ભારતમાં 6 માસમાં 9262 એકમોનું રેકોર્ડબ્રેક વેચાણ કર્યું

મર્સિડીઝ-બેન્ઝે ભારતમાં 6 માસમાં 9262 એકમોનું રેકોર્ડબ્રેક વેચાણ કર્યું


જર્મન લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝે સોમવારે ભારતમાં વર્ષ 2024ના પ્રથમ 6 મહિનામાં 9262 એકમના વેચાણમાં 9 ટકા વૃદ્ધિ નોંધાવી હતી, જે દેશમાં તેનું અત્યાર સુધીનું સૌથી વધુ અર્ધવાર્ષિક વેચાણ છે. આ ગ્રોથ તેની અલગ- અલગ શ્રેણીઓમાં મજબૂત માંગ અને વોલ્યુમ મોડલ્સની ઉપલબ્ધતાને દર્શાવે છે. કંપનીએ વર્ષ 2023ના જાન્યુઆરી-જૂન સમયગાળામાં 8528 યુનિટનું વેચાણ કર્યું હતું, જે તેનું અગાઉનું સર્વોચ્ચ અર્ધવાર્ષિક વેચાણ હતું, એમ મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું.


આ ઉપરાંત કંપની વર્ષ 2024ના બીજા અર્ધવાર્ષિક સમયગાળામાં નવી 6 પ્રોડક્ટ્સ લોન્ચ કરવાની યોજના ધરાવે છે. કંપની વર્ષના પ્રથમ 6 મહિનામાં SUVની એન્ટીથી 55 ટકાનો ગ્રોથ કર્યો છે જ્યારે TEV (ટોપ-એન્ડ વ્હીકલ) સેગમેન્ટ જેની કિંમત રૂ. 1.5 કરોડથી પણ વધુ છે, તેનો કંપનીના કુલ વેચાણમાં 25 ટકા હિસ્સો છે. 


મર્સિડીઝ-બેન્ઝ ઇન્ડિયાએ જણાવ્યું કે, SUV સેગમેન્ટમાં GLA, GLC, GLE અને GLS મોડલ્સનું મજબૂત પ્રદર્શન જોવા મળ્યું છે, જ્યારે સેડાન પોર્ટફોલિયો જેમાં A-Class, C-Class, આઉટગોઇંગ LWB E-Class અને S-Class લક્ઝરી સેડાન માટે ગ્રાહકની પસંદગીમાં ટોચનું સ્થાન ધરાવે છે. BEV (બેટરી ઇલેક્ટ્રિક વાહન) પોર્ટફોલિયો પ્રથમ 6 મહિનામાં 60 ટકા હિસ્સો વધ્યો હતો, જે કુલ વેચાણ વોલ્યુમના 5 ટકાનો સમાવેશ કરે છે. 


કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે, આ વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં વિક્રમી વેચાણમાં વોલ્યુમ મોડલ્સની ઉપલબ્ધતાએ પણ મહત્વનો ભાગ ભજવ્યો હતો. બાકીના વર્ષના આઉટલૂક અંગે કંપનીના CEO અય્યરે જણાવ્યું હતું કે, “અમારી આગામી તહેવારોની સીઝન માટે નવી પ્રોડક્ટ્સ આવી રહી છે. ત્યારે અમને લ

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!