Dark Mode
  • રવિવાર, 14 જુલાઈ 2024
Gujarat_Charcha
જગન્નાથ પુરીની રથયાત્રામાં મોટી દુર્ઘટનાઃ 7થી વધુ ઘાયલ

જગન્નાથ પુરીની રથયાત્રામાં મોટી દુર્ઘટનાઃ 7થી વધુ ઘાયલ


હાલમાં જગન્નાથ પુરીમાં ભગવાન જગન્નાથની રથ યાત્રા ચાલી રહી છે,ત્યારે પહિંદ દરમિયાન ભગવાન બલભદ્ર તેમના રથમાંથી પડી ગયા હતા. રથ પર સવાર 7થી વધુ સેવકો ઘાયલ થઈ ગયા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ ઘટનાની મળતી માહિતી અનુસાર સેવકો ભગવાનની મૂર્તિઓને રથમાંથી ઉતારીને મંદિરમાં લઈ જતા હતા.બલભદ્રજીને ઉતારતી વખતે સેવકો રથના ઢોળાવ પર લપસી પડ્યા અને મૂર્તિ તેમના પર પડી હતી. જેમાં 7થી વધુ ઘાયલ થયા હતા. તમામને હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયા છે. 

ગતરોજ રાત્રે 9 વાગ્યાની આસપાસ ભગવાન બલભદ્રની લાકડાની ભારે મૂર્તિને ગુંડીચા મંદિરમાં લઈ જવા માટે રથમાંથી નીચે ઉતારવામાં આવી રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. એવું લાગે છે કે મૂર્તિ લઈ જઈ રહેલા લોકોએ તેના પરનો કાબૂ ગુમાવ્યો અને ઘાયલ થઈ ગયા. 

ઈજાગ્રસ્ત સેવકે જણાવ્યું કે મૂર્તિ સાથે બાંધેલા દોરડા જેવી સામગ્રીમાં કોઈ સમસ્યાને કારણે આ અકસ્માત થયો હતો. હોસ્પિટલમાં દાખલ બે લોકોને બાદમાં રજા આપવામાં આવી હતી અને તેઓ ધાર્મિક વિધિમાં જોડાયા હતા. ભગવાનને લઈ જવાની આ પ્રક્રિયાને ‘પહાંડી’ વિધિ તરીકે ઓળખવામાં આવે છે.

પુરીમાં 130 લોકો ઘાયલ

બીજી તરફ પુરીમાં રવિવારે રથયાત્રા દરમિયાન કેટલાક પોલીસકર્મીઓ સહિત લગભગ 130 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી અડધાને સારવાર બાદ રજા આપવામાં આવી હતી, જ્યારે 40 લોકોની સારવાર ચાલી રહી છે.

દુર્ઘટના અંગે એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, આ તો ભગવાનની દેન છે. આને આપણે સ્વીકારવું પડશે. જો આપણે અકસ્માત સ્વીકારીએ છીએ, તો આપણે આ સમસ્યાને પણ સ્વીકારવી પડશે. કદાચ આપણા તરફથી કોઈ ભૂલ થઈ હશે, જેના કારણે ભગવાન આપણને આ સજા આપી રહ્યા છે. તો પણ આ સજા હળવી છે. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે કુલ આઠ લોકો ઘાયલ થયા છે. જેમાં પાંચ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે ત્રણ લોકોને સામાન્ય ઈજાઓ થઈ છે.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!