Dark Mode
  • રવિવાર, 14 જુલાઈ 2024
Gujarat_Charcha
આગ્રા એક્સપ્રેસ પર મોટી દુર્ઘટના, 18ના મોત

આગ્રા એક્સપ્રેસ પર મોટી દુર્ઘટના, 18ના મોત

ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં બુધવારે સવારે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. દૂધના ટેન્કર સાથે ડબલ ડેકર બસ અથડાઈ હતા. આ દુર્ઘટનામાં 18 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.

 અકસ્માતની માહિતી મળતા ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. માહિતી મળતા પોલીસ પણ પહોંચી ગઈ છે.

બુધવારે સવારે લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર બિહારથી દિલ્હી જઈ રહેલી હાઈસ્પીડ ડબલ ડેકર બસ દૂધના કન્ટેનર સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બસ કન્ટેનરને ચીરીને નીકળી ગઈ હતી. મળતી માહિતી અનુસાર, આ અકસ્માતમાં 20 લોકોના મોત થયા છે જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે. વહીવટીતંત્ર દ્વારા 18 મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે.

આજે સવારે સાડા ચાર વાગ્યે જ્યારે બસ ઉન્નાવના બેહતા મુજાવર પોલીસ સ્ટેશન વિસ્તારના ગડા ગામની સામે પહોંચી ત્યારે પાછળથી દૂધ ભરેલા એક ઝડપી ટેન્કરે તેને ઓવરટેક કર્યો અને તે દરમિયાન તે બસ સાથે અથડાઈ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ડબલ ડેકર બસના ટુકડા થઈ ગયા હતા. જ્યાં અકસ્માત થયો હતો ત્યાં મૃતદેહોનો ઢગલો હતો. વહેલી સવારે બનેલા આ અકસ્માતથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા હતા.

અકસ્માતમાં મોતનો આંકડો જોતા ગ્રામજનો પણ ગભરાઈ ગયા હતા. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરીમાં હાથ ઘરી છે. સીઓ બાંગરમાઉ અરવિંદ ચૌરસિયાના નેતૃત્વમાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, બસ બિહારના સીતામઢીથી દિલ્હી જઈ રહી હતી. દુર્ઘટનાની માહિતી મળતાં જ ડીએમ અને એસપી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

માહિતી મળતા જ બાંગરમાઉના ઈન્સ્પેક્ટર ભારે પોલીસ દળ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેઓ ઈજાગ્રસ્તોને સારવાર માટે બાંગરમાઉ સામુદાયિક આરોગ્ય કેન્દ્ર લઈ ગયા. અહીં ડોક્ટરોએ 18 લોકોને મૃત જાહેર કર્યા હતા. ડૉક્ટરોએ ગંભીર રીતે ઘાયલ મુસાફરોને લખનૌના ટ્રોમા સેન્ટરમાં રિફર કર્યા છે. મૃતકોમાં 14 પુરૂષો, ત્રણ મહિલાઓ અને એક બાળકનો સમાવેશ થાય છે.

CM યોગીએ ઉન્નાવ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો

CM યોગીએ આ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે અને અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચવા અને રાહત અને બચાવ કાર્યને ઝડપી બનાવવા સૂચના આપી છે. તેમણે 'X' પર લખ્યું, ઉન્નાવ જિલ્લામાં માર્ગ અકસ્માતમાં જાનહાનિ અત્યંત દુઃખદ અને હ્રદયદ્રાવક છે. મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્યને ઝડપી બનાવવા સૂચના આપવામાં આવી છે. ભગવાન શ્રી રામને પ્રાર્થના છે કે, તેઓ તેમના ચરણોમાં દિવંગત આત્માઓને શાંતિ આપે અને ઘાયલો ઝડપથી સાજા થાય.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!