Dark Mode
  • રવિવાર, 14 જુલાઈ 2024
Gujarat_Charcha
કુંવરજી બાવળિયાને CM બનાવવા PMને પત્ર લખાયો

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી બાદ ભાજપના પ્રદેશ પ્રમુખની નિમણૂંક અને રાજ્ય સરકારની કેબિનેટમાં ધરખમ ફેરફારો થશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું. લોકસભાની ચૂંટણીમાં પાંચ લાખની લીડનો ટાર્ગેટ અને તમામ 26 બેઠકો પર જીત મેળવવામાં ભાજપનો પનો ટૂંકો પડ્યો છે. ભાજપમાં અંદરો અંદર શરૂ થયેલા વિખવાદ મુદ્દે ટૂંક સમયમાં ભાજપ સંગઠન અને સરકારમાં ફેરફાર થવાની વાત વહેતી થઈ છે. ત્યારે ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમનાં પૂર્વ અધ્યકક્ષ ભુપતભાઈ એમ. ડાભી દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાને મુખ્યમંત્રી બનાવવા રજૂઆત કરી હતી.

ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે કોળી સમાજના ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયા ને બનાવવાની માંગ સાથે નો પત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભૂપતભાઈ ડાભીએ લખતા ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું. પત્રમાં જણાવ્યું હતું કે, ગત લોકસભામાં સૌરાષ્ટ્રમાં કોળી સમાજ અને ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ તેમજ દક્ષિણ ગુજરાતના કોળી પટેલ સમાજ સંપૂર્ણ ભાજપની સાથે રહ્યો છે. જેથી કોળી સમાજની લાગણી અને માંગણી છે કે, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે કુંવરજીભાઇ બાવળિયા ને તક મળે.

મંત્રીમંડળનું  વિસ્તરણ થઇ શકે

ગુજરાતમાં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં ભાજપે 26 માંથી 25 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે એક સીટ કોંગ્રેસનાં ફાળે જતા ભાજપનાં કાર્યકરોમાં નિરાશા વ્યાપી હતી. લોકસભા ચૂંટણી વખતે ભાજપમાં ચાલી રહેલ વિખવાદ પણ અમુક લોકસભા સીટ પર જોવા મળ્યો હતો. પક્ષ વિરોધી કામગીરી કરનાર લોકો સામે પ્રદેશ મોવડી મંડળ ટૂંક જ સમયમાં કાર્યવાહી કરશે તેમજ પ્રદેશ સંગઠનમાં જડમૂળથી ફેરફાર થવાની શક્યતાઓ છે. લોકસભાની ચૂંટણી બાદ હવે ગુજરાતના મંત્રીમંડળનું  વિસ્તરણ થઇ શકે છે. આ રેસમાં કોનું પતુ કપાશે અને કોને સ્થાન મળશે તે આગામી સમય બતાવશે.

પ્રધાનમંત્રીને પત્રમાં આ વાત જણાવી

ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમના ચેરમેન ભુપતભાઇ ડાભીએ જણાંવ્યુ હતું કે ગુજરાતના 36 જિલ્લાઓમાં સરવે કરવામાં આવ્યો છે. કુંવરજીભાઇ બાવળિયાના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યા છે. સમગ્ર ગુજરાતમાં 32℅ કોળી સમાજ વસ્તી ધરાવે છે. ગુજરાતમાં 265 થી વધુ કોળી સમાજના સરપંચ છે. સાથે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પણ કોળી સમાજના ચૂંટાયેલા સભ્યો વધુ છે.

કુંવરજીભાઇ મુખ્યમંત્રી બને તો ભાજપ વધુ મજબૂત થાય

તેમણે વધુમાં જણાવ્યું હતું કે , કુંવરજીભાઇ બાવળિયા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી છે. અમારા સમાજમાં ઘણા નેતાઓ છે પણ કુંવરજીભાઇ જેવા ભણેલ ગણેલ અને નિષ્ઠાવાન કોઈ વ્યક્તિ છે જ નહીં જો કુંવરજીભાઇ જેવા નિષ્ઠાવાન વ્યક્તિ મુખ્યમંત્રી બને તો આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં ભાજપ વધુ મજબૂત થાય તેવું ભુપતભાઇ ડાભીએ જણાવ્યું હતું.

KunwarjiBavaliya, CM, PrimeMinister, LetterToPM, PoliticalRequest, Leadership, Government, Change, IndiaPolitics, PowerShift

letter-written-pm-make-kunwarji-bavaliya-cm

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!