Dark Mode
  • રવિવાર, 14 જુલાઈ 2024
Gujarat_Charcha
કુલગામ એન્કાઉન્ટરઃ 6 આંતકવાદી ઠાર, અલમારી પાછળ બંકર બનાવ્યું

કુલગામ એન્કાઉન્ટરઃ 6 આંતકવાદી ઠાર, અલમારી પાછળ બંકર બનાવ્યું

 

 

જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં થયેલા બે એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ 6 આતંકવાદીઓ ઠાર કર્યા છે, જયારે 2 જવાન શહીદ થયા. મોદરગામ એન્કાઉન્ટર સાઇટ પરથી 2 આતંકીઓના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે રવિવારે ચિન્નીગામમાં 4 આતંકીઓના મૃતદેહ મળી આવ્યા હતા.

 

જમ્મુ અને કાશ્મીરના ડીજીપી આરઆર સ્વૈને કહ્યું કે, બંને જગ્યાએ એન્કાઉન્ટરમાં 6 આતંકવાદીઓ માર્યા ગયા છે. સુરક્ષા દળો માટે આ મોટી સફળતા છે. કુલગામના ફ્રિસલ ચિન્નીગામ અને મોડરગામમાં શનિવારે એન્કાઉન્ટર શરૂ થયું હતું. સુરક્ષા દળોથી બચવા માટે આતંકવાદીઓએ ચિન્નીગામ ફ્રિસલ કબાટની અંદર એક બંકર બનાવ્યું હતું. 

 

CRPF, આર્મી અને જમ્મુ-કાશ્મીર પોલીસના સંયુક્ત ઓપરેશનના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. કુલગામમાં પ્રથમ એન્કાઉન્ટરના થોડા કલાકો પછી, જિલ્લાના અન્ય ફ્રિસલ ગામના ચિંગમ વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થયું હતું. સુરક્ષા દળોને આ વિસ્તારમાં લશ્કરના આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી, જેના પછી તેમણે તાત્કાલિક કાર્યવાહી કરી હતી.

 

એહવાલો મુજબ, ચિન્નીગામમાં માર્યા ગયેલા ચાર આતંકવાદીઓ હિઝબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલા હતા.આતંકવાદીઓને આશ્રય આપવામાં સ્થાનિક લોકોની સંડોવણીની તપાસ કરવામાં આવી રહી છે. આતંકવાદીઓ જ્યાં છુપાયેલા હતા એ ઘરની તપાસ કરતા ચોંકાવનારા ખુલાસા થયા છે. એક અધિકારીએ જાણકારી આપતા કહ્યું કે, “આતંકવાદીઓએ એક અલમારીની અંદરથી બંકર બનાવ્યું હતું.

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા એક વિડિયોમાં જોઈ શકાય છે કે, એક અલમારીના દરવાજા પાછળ છુપાયેલું એક બનકર છે, તપાસ સહાયક બંકરની અંદર જતો જોવા મળે છે. સુરક્ષા દળોની તપાસ દરમિયાન છુપાવવાના હેતુસર આતંકવાદીઓએ આ બંકર બનાવ્યું હતું.

 

ચિન્નીગામમાં માર્યા ગયેલા ચાર આતંકવાદીઓની ઓળખ યાવર બશીર ડાર, ઝાહિદ અહેમદ ડાર, તૌહીદ અહેમદ રાથેર અને શકીલ અહ વાની તરીકે થઈ છે. મોદરગામમાં માર્યા ગયેલા બે આતંકવાદીઓની ઓળખ ફૈઝલ અને આદિલ તરીકે થઈ છે. એન્કાઉન્ટર દરમિયાન પેરા કમાન્ડો અને લાન્સ નાઈક પ્રદીપ નૈન મોદરગામમાં એન્કાઉન્ટર દરમિયાન શહીદ થયા હતા; ફ્રિસલ વિસ્તારના ચિન્નીગામ ગામમાં એન્કાઉન્ટર દરમિયાન 1 રાષ્ટ્રીય રાઈફલ્સના હવાલદાર રાજ કુમાર પણ શહીદ થયા હતા.

 

જમ્મુ અને કાશ્મીરના ડીજીપી આરઆર સ્વૈને કહ્યું કે, બંને જગ્યાએ એન્કાઉન્ટરમાં 6 આતંકવાદીઓ માર્યા ગયા છે. સુરક્ષા દળો માટે આ મોટી સફળતા છે. કુલગામના ફ્રિસલ ચિન્નીગામ અને મોડરગામમાં શનિવારે એન્કાઉન્ટર શરૂ થયું હતું. સુરક્ષા દળોથી બચવા માટે આતંકવાદીઓએ ચિન્નીગામ ફ્રિસલ કબાટની અંદર એક બંકર બનાવ્યું હતું.

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળોએ હિઝબુલ મુજાહિદ્દીનના 6 આતંકીઓને ઠાર કર્યા છે. આતંકીઓ સાથેની અથડામણમાં બે જવાન પણ શહીદ થયા હતા. સુરક્ષા દળોથી બચવા માટે આતંકવાદીઓએ ચિન્નીગામ ફ્રિસલ કબાટની અંદર એક બંકર બનાવ્યું હતું, ઓપરેશનને અંજામ આપ્યા બાદ તેઓ તેની અંદર છુપાઈ જતા હતા. કુલગામના ચિન્નીગામ ફ્રિસલ અને મોડરગામમાં શનિવારે એન્કાઉન્ટર શરૂ થયું હતું.

 

કબાટ પાછળ બનાવેલું હતુ બંકર

 

સુરક્ષા દળોને શંકા છે કે ઘણા સ્થાનિક લોકો પણ આતંકવાદીઓને છુપાવવામાં મદદ કરે છે. તેનો જીવંત પુરાવો વીડિયોમાં જોઈ શકાય છે. ઘરે બનાવેલા કબાટની પાછળ એક બંકર બનાવવામાં આવ્યું છે. જેમાં આતંકીઓ છુપાયા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સુરક્ષા દળો બંકરની તપાસ કરી રહ્યા છે. આ ઘર સ્થાનિક રહેવાસીનું છે. ઘરના એક રૂમમાં કપડા છે. કપડાના ડ્રોઅરને બહાર કાઢતા ખબર પડી કે તેની પાછળ કોંક્રીટનું બંકર બનાવવામાં આવ્યું છે

.

આતંકવાદીઓનું મોટું ષડયંત્ર હતું

 

સેનાના આ ઓપરેશનમાં સુરક્ષાદળોના બે જવાન પણ શહીદ થયા હતા. હિઝબુલ મુજાહિદ્દીનના કુલ 6 આતંકીઓ બે અલગ-અલગ જગ્યાએ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. આ ઓપરેશન વિશે વાત કરતા જમ્મુ અને કાશ્મીરના ડીજીપી આરઆર સ્વેનના જણાવ્યા અનુસાર, કુલગામમાં છુપાયેલા આ આતંકવાદીઓ એક મોટું ષડયંત્ર રચી રહ્યા હતા, જેને સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવી દીધી છે.

 

અમરનાથ યાત્રાને નિશાનો બનાવી શકે છે

 

ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રા શરુ થઈ ગઈ છે. 19 જુલાઈ સુધી ચાલનારી આ યાત્રા ઘણીવાર આંતકાવાદીઓના નિશાના પર આવી ચૂકી છે.

 

જૂન મહિનામાં પણ મોટા આતંકી હુમલાઓ થયા હતા

 

જમ્મુ-કાશ્મીરમાં જૂન મહિનામાં પણ મોટા આતંકી હુમલાઓ થયા હતા. રિયાસી, કઠુઆ અને ડોડામાં થયેલા આતંકી હુમલામાં અનેક લોકોના મોત થયા હતા. 9 જૂનના રોજ રિયાસીમાં થયેલા આતંકી હુમલામાં 9 તીર્થયાત્રીઓના મોત થયા હતા. જ્યારે 41 લોકો ઘાયલ થયા હતા. આ હુમલામાં 7 સુરક્ષાકર્મીઓ પણ ઘાયલ થયા હતા. જ્યારે CRPFના એક જવાન શહીદ થયા હતા.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!