Dark Mode
  • રવિવાર, 14 જુલાઈ 2024
Gujarat_Charcha
IPL 2024માં આજે હૈદરાબાદ અને પંજાબની ટક્કર, જાણો બંને ટીમની સંભવિત પ્લેઈંગ 11 વિશે 

IPL 2024માં આજે હૈદરાબાદ અને પંજાબની ટક્કર, જાણો બંને ટીમની સંભવિત પ્લેઈંગ 11 વિશે 

IPL 2024માં હૈદરાબાદ અને પંજાબે 2-2 મેચ જીતી છે. આ સિવાય બંને ટીમોએ પોતપોતાની છેલ્લી મેચો પણ જીતી છે, એવામાં બે ઈનફોર્મ ટીમો વચ્ચેનો આજનો મુકાબલો મજેદાર અને ટક્કરનો રહેશે એવી શક્યતા છે.

 

 

સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે આજે IPL 2024 ની 23મી મેચ રમાશે. આ મેચ ચંદીગઢના મુલ્લાનપુર સ્થિત મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. સાંજે 7:30 વાગ્યે મેચ શરૂ થશે, જ્યારે સાંજે 7:00 વાગ્યે ટોસ થશે. 

 

 

બંને ટીમો ચંદીગઢના મુલ્લાનપુરમાં આ સિઝનમાં તેમની ત્રીજી જીત મેળવવા પ્રયાસ કરશે. અત્યાર સુધી હૈદરાબાદ અને પંજાબે 4-4 મેચ રમી છે, જેમાં બંનેએ 2-2થી જીત મેળવી હતી અને બાકીની બેમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે હૈદરાબાદનો નેટ રન રેટ પંજાબ કરતા સારો છે. જેથી તે પોઈન્ટ ટેબલમાં પાંજજબ કરતા આગળ છે. 

 

મુલ્લાનપુરના મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની પીચ બેટસમનેઓ માટે વધુ મદદરૂપ સાબિત થઈ શકે છે. અહીં સ્પિનરો કરતાં ઝડપી બોલરો વધુ અસરકારક સાબિત થઈ શકે છે. એવામાં બંને ટીમો પ્લેઈંગ 11માં કેટલાક ફેરફાર કરી શકે છે. 

 

સનરાઈઝર્સ હૈદરાબાદની સંભવિત પ્લેઈંગ 11

 

 

અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, એડન માર્કરામ, શાહબાઝ અહેમદ, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી/વોશિંગ્ટન સુંદર, અબ્દુલ સમદ, પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડે, જયદેવ ઉનડકટ. 

ઈમ્પેક્ટ પ્લેયર- ઉમરાન મલિક.

 

પંજાબ કિંગ્સની સંભવિત પ્લેઈંગ 11

 

શિખર ધવન (કેપ્ટન), જોની બેરસ્ટો (વિકેટકીપર), પ્રભસિમરન સિંહ, સેમ કરન, જીતેશ શર્મા (વિકેટકીપર), શશાંક સિંહ, સિકંદર રઝા, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કાગીસો રબાડા, અર્શદીપ સિંહ.

ઈમ્પેક્ટ પ્લેયર- આશુતોષ શર્મા.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!