Dark Mode
  • રવિવાર, 14 જુલાઈ 2024
Gujarat_Charcha
અમેરિકામાં બેરિલ વાવાઝોડુંઃ 30 લાખ લોકોના ઘરમાં વીજળી ડૂલ

અમેરિકામાં બેરિલ વાવાઝોડુંઃ 30 લાખ લોકોના ઘરમાં વીજળી ડૂલ

અમેરિકાના ટેક્સાસમાં 'બેરિલ' વાવાઝોડાએ તબાહી મચાવી છે. આ વાવઝોડામાં 8 લોકોએ જાન ગુમાવી પડી છે. આ ઉપરાંત અમેરિકન નાગરિકોએ વીજળી તેમજ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. વાવાઝોડાને કારણે વૃક્ષો પડી જવાથી અને ભારે પૂરના કારણે 8 લોકોના મોત થયા હતા. આ બાબતે અધિકારીઓએ જણાવ્યું હતું કે, ટેક્સાસમાં 7 લોકો અને  લ્યુઇસિયાનામાં 1 વ્યક્તિનું મોત થયું છે. 

ટેક્સાસમાં 30 લાખ ઘરોમાં આ ઉપરાંત અનેક વેપારી સંસ્થાઓમાં તેમજ સરકારી મકાનોને પણ વીજળી ડૂલ થવાની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ અમેરિકામાં વેપાર-ધંધા થપ થઈ ગયા છે. લોકો જાન બચાવવા માટે તેમના ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. 

ગયા અઠવાડિયે બેરિલ વાવાઝોડું જમૈકા, ગ્રેનાડા અને સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇન્સમાં ત્રાટક્યું હતું, જેમાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા હતા. વાવાઝોડું હાલમાં હ્યુસ્ટનથી 70 માઇલ દક્ષિણપશ્ચિમમાં 12 માઇલ પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. તે લોઅર મિસિસિપી વેલી અને પછી ઓહિયો વેલી તરફ આગળ વધતા પહેલા આજે પૂર્વ ટેક્સાસને અસર કરશે.

નેશનલ હરિકેન સેન્ટરે સોમવારે સાંજે જણાવ્યું હતું કે, બેરિલ વાવાઝોડું માટાગોર્ડા નજીક કેટેગરી 1ના વાવાઝોડા તરીકે નોંધવામાં આવ્યું હતું. જેના કારણે શાળાઓ, વેપારી સંસ્થાઓ, ઓફિસો અને નાણાકીય સંસ્થાઓ બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ આ વાવાઝોડું હ્યુસ્ટનમાં જતા પહેલા માટાગોર્ડામાં ભારે વરસાદને કારણે નબળું પડી ગયું છે.

યુએસ નેશનલ હરિકેન સેન્ટરે જણાવ્યું કે, બેરિલ મંગળવારે નબળું પડ્યું હતું અને 30 માઇલ (45 કિલોમીટર) પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ઉત્તરપૂર્વ તરફ આગળ વધી રહ્યું હતું, જોકે, તે હજુ પણ પૂર અને ભારે પવન સર્જી શકે છે. હ્યુસ્ટનમાં 33 લાખથી વધુ લોકો જોરદાર પવન અને પૂરથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!