Dark Mode
  • રવિવાર, 14 જુલાઈ 2024
Gujarat_Charcha
ગુજરાતમાં આજે આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં આજે આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાંથી ગાયબ થયેલા વરસાદ વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી મુજબ, આજથી 3 દિવસ મધ્યપ્રદેશમાં વરસાદની શક્યતા રહેતા ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. રાજ્યમાં તા.17 થી 24 જુલાઈ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદ વરસવાની શક્યતા છે. 

ઉત્તર ગુજરાતના અરવલ્લી અને સાબરકાંઠામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ 17થી 24 જુલાઇ વચ્ચે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પૂરની સ્થિતી જોવા મળી શકે છે. પવનની ગતિ 30 કી.મી પ્રતિ કલાકથી 50 કી.મી. પ્રતિ કલાકની રહેશે. તેમજ 17થી 24 જુલાઈ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. આહવા, ડાંગ અને વલસાડમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.

સુરત , ડાંગ ,નવસારી ,વલસાડ , તાપીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત જુનાગઢ , અમરેલી, ભાવનગર ,ગીર સોમનાથમાં પણ અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. જ્યારે બનાસકાંઠા ,પાટણ ,મહેસાણા ,સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ ,મહીસાગર ,દીવ, કચ્છ, દ્વારકા ,મોરબી ,જામનગર , રાજકોટમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ નહીં થવાનું કારણ અરબ સાગરનો ભેજ નબળો છે. હાલમાં ચંદ્ર, બુધ, ગુરુ અને શુક્ર ઉત્તર ભારત તરફ કાર્યરત છે જે વરસાદ લાવશે. તા.12 થી 14 જુલાઈ સુધી મહારાષ્ટ્રમાં ગ્રહો કાર્યરત રહેશે. 15 જુલાઈ સુધી પવન વાહક ગ્રહો હોવાથી બંગાળાના ઉપસગારના હલચલ લાવશે. જેની અસર ગુજરાત સુધી થશે. 

17 થી 18 જુલાઈમાં મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. તો આ કારણે 19 થી 24 જુલાઈ ગુજરાતના વરસાદ થશે. કેટલાક ભાગોમાં આ સમયે ભારેથી અતિભારે વરસાદ થશે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં મધ્યમથી વધુ વરસાદની શક્યતા છે. તો ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમા હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત પંચમહાલ, દાહોદ,અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા અને ગોધરામાં વરસાદની શક્યતા છે.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!