Dark Mode
  • રવિવાર, 14 જુલાઈ 2024
Gujarat_Charcha
 વિજય પરેડ દરમિયાન ચાહકોની તબિયત લથડી, 10 હોસ્પિ.માં દાખલ

 વિજય પરેડ દરમિયાન ચાહકોની તબિયત લથડી, 10 હોસ્પિ.માં દાખલ

 

T-20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાનું સ્વાગત કરવા માટે મુંબઈના મરીન ડ્રાઈવ ખાતે વિજય પરેડનું આયોજન કરાયું હતું, જેમાં લાખો ક્રિકેટ ચાહકો એકઠા થયા હતા. આ વિજયની ઉજવણી કેટલાક ચાહકો માટે મુશ્કેલી લાવી હતી. વાસ્તવમાં, ભારતીય ક્રિકેટ ટીમને જોવા અને ખેલાડીઓને આવકારવા માટે મરીન ડ્રાઈવ પર એકઠા થયેલા ક્રિકેટ ચાહકોની ભીડમાં ઘણા લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક ક્રિકેટ ચાહકો ઘાયલ થયા અને કેટલાકને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી.

 

મુંબઈમાં મરીન ડ્રાઈવ ખાતે ટીમ ઈન્ડિયાની વિજય પરેડ દરમિયાન લાખો ક્રિકેટ ચાહકોની ભીડ એકઠી થઈ હતી. તેમાંથી ઓછામાં ઓછા 10 લોકોને સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે, જે ચાહકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા, તેમાં ઘણાને ફ્રેક્ચર થયું હતું અને અન્યને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી.

 

ભીડમાં ઘણાને ફ્રેક્ચર પણ થયા હતા

 

મુંબઈ પોલીસે જણાવ્યું કે , નજીકની સરકારી જીટી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવેલા 10 લોકોમાંથી 8 લોકોને થોડા સમય પછી રજા આપવામાં આવી હતી. બે લોકોને સારવાર માટે દાખલ કરાયા હતા. પોલસે જણાવ્યું કે, જે ચાહકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા, તેમાં ઘણાને ફ્રેક્ચર થયું હતું અને અન્યને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી.

 

મરીન ડ્રાઈવ પર 3 કિ.મી.ના પટમાં કોઈ જમીન દેખાતી ન હતી

 

મરીન ડ્રાઈવ પર ત્રણ કિલોમીટરના પટમાં કોઈ જમીન દેખાતી ન હતી. ક્રિકેટ ચાહકોનો માત્ર વાદળી સમુદ્ર જ દેખાતો હતો, કારણ કે દરેક વ્યક્તિએ ભારતીય ક્રિકેટ ટીમની જર્સી પહેરી હતી. વિજય પરેડ બાદ ભારતીય ક્રિકેટ ટીમ જ્યારે વાનખેડે સ્ટેડિયમ પહોંચી ત્યારે હજારો ચાહકોએ ખેલાડીઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. મુંબઈ ક્રિકેટ એસોસિએશને વાનખેડેમાં ક્રિકેટ ચાહકોની એન્ટ્રી ફ્રી કરી હતી.

 

ચર્ચગેટ પર  400 થી વધુ RPFઅને GRPF જવાનો તૈનાત હતા

 

મરીન ડ્રાઈવ અને વાનખેડે સ્ટેડિયમ વચ્ચે કોઈપણ અપ્રિય ઘટનાને ટાળવા માટે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા, જેમણે ભીડને ખૂબ જ અસરકારક રીતે સંચાલિત કરી હતી. ચર્ચગેટ સ્ટેશન પર ભીડ વ્યવસ્થાપન માટે 400 થી વધુ RPF અને GRPF જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા. 7.45 વાગ્યે મરીન ડ્રાઇવના દક્ષિણ છેડે NCPA નજીક વિજય પરેડ શરૂ થઈ. અહીંથી ટીમ ઈન્ડિયાની બસ સેંકડો પોલીસ કર્મચારીઓની સુરક્ષા હેઠળ વાનખેડે સ્ટેડિયમ પહોંચી હતી. 

 

પોલીસ કમિશનરે ભીડ વ્યવસ્થાપન માટે પોલીસ અધિકારીઓની પ્રશંસા કરી

 

મુંબઈ પોલીસ કમિશનરે ગુરુવારે મરીન ડ્રાઈવ પર ભીડ વ્યવસ્થાપન માટે પોલીસ અધિકારીઓની પ્રશંસા કરી હતી. કમિશનરે પણ મુંબઈના લોકોનો તેમના સમર્થન માટે આભાર માન્યો હતો અને કહ્યું હતું કે મુંબઈ પોલીસે ખાતરી કરી કે તે ટીમ તેમજ તેમના ચાહકો માટે ખાસ ક્ષણ બની રહે. ભીડમાં ઘણા બાળકો તેમના માતા-પિતાથી વિખૂટા પડી ગયા હતા, પરંતુ મુંબઈ પોલીસની તત્પરતાના કારણે તેઓ તેમના માતા-પિતા સાથે ફરી મળ્યા હતા.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!