Dark Mode
  • રવિવાર, 14 જુલાઈ 2024
Gujarat_Charcha
સોનું ખરીદનારો માટે ખુશીના સમાચારઃ સસ્તુ થયું

સોનું ખરીદનારો માટે ખુશીના સમાચારઃ સસ્તુ થયું

બેન્ડ, બાજા અને શોભાયાત્રાની સિઝન શરૂ થઈ ગઈ છે. લગ્નની આ સિઝનમાં સોનું ખરીદનારાઓ માટે સારા સમાચાર છે. ત્યારે ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં ઘટાડાનો સંકેત મળ્યો હોવા છતાં સ્થાનિક બજારમાં કિંમતી ધાતુના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. જેની પાછળનું કારણ બજારમાં ધરાકીનો અભાવ હોઈ શકે છે. 

દેશમાં સોનાનો ભાવ આજે સરેરાશ રૂ. 350 ઘટ્યો હતો. દિલ્હી, અને મુંબઈમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે  અમદાવાદમાં પણ સોનાની કિંમત રૂ. 300થી 400 ઘટવાની શક્યતા દર્શાવાઈ છે. સવારે 24 કેરેટ સોનાનો ભાવ રૂ. 73240 પ્રતિ 10 ગ્રામ હતો. બીજી  બાજુ ચાંદી સતત ઉંચકાઈ રહી છે. ગઈકાલે કિંમત રૂ. 93, 500 પ્રતિ કિગ્રા થઈ હતી.

10 જુલાઈએ બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનાની કિંમત 390 રૂપિયા ઘટીને 73,240 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ હતી. જ્યારે 9 જુલાઈએ તેની કિંમત 73,520 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. આ સિવાય જો 22 કેરેટ સોનાની વાત કરીએ તો બુધવારે તેની કિંમત 350 રૂપિયા ઘટીને 67,250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. આ પહેલા 9 જુલાઈએ તેની કિંમત 67, 600 રૂપિયા હતી.

વૈશ્વિક સ્તરે અમેરિકાની ફેડ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે આર્થિક જીડીપીના આંકડાઓ મજબૂત રહ્યા હોવાનું જણાવ્યું છે. તેમજ તેમાં વધુ સુધારાની અપેક્ષા દર્શાવતા ડોવિશ વલણ રજૂ કરતાં કિંમતી ધાતુ બજારના રોકાણકારોમાં તેજીની આશાનું કિરણ જોવા મળ્યું છે. જો કે, હજી ગુરૂવારે અમેરિકાના ફુગાવાના આંકડા જારી થવાના છે. ત્યારબાદ પોવેલના વધુ એક નિવેદનની રાહ જોઈ રહ્યા છે.

આ બધા સિવાય જો આપણે 18 કેરેટ સોનાની વાત કરીએ તો, બુધવારે તેની કિંમત 290 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટી હતી જે બાદ માર્કેટમાં તેની કિંમત 55, 020 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ હતી. જ્યારે તા. 9 જુલાઈના રોજ તેની કિંમત 55, 320 રૂપિયા હતી. તમને જણાવી દઈએ કે ટેક્સ અને એક્સાઈઝ ડ્યૂટીના કારણે સોના અને ચાંદીની કિંમત દરરોજ વધતી અને ઓછી થઈ રહી છે.

એમસીએક્સ ખાતે કિંમતી ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.72,530ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.72,579 અને નીચામાં રૂ.72,500ના મથાળે અથડાઈ, રૂ.147 વધી રૂ.72,545ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.36 વધી રૂ.58,570 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.5 વધી રૂ.7,170ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.129 વધી રૂ.72,514ના સ્તરે પહોંચ્યો હતો.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!