Dark Mode
  • રવિવાર, 14 જુલાઈ 2024
Gujarat_Charcha
13 વર્ષથી સંપાદિત જમીનનું વળતર આપો, સરકારને હાઈકોર્ટનો હુકમ

13 વર્ષથી સંપાદિત જમીનનું વળતર આપો, સરકારને હાઈકોર્ટનો હુકમ


ગુજરાતમાં 13 વર્ષથી સંપાદિત જમીનનું વળતર ન આપતા હાઈકોર્ટે 6 મહિનામાં વળતર ચૂકવવા સરકારને હુકમ કર્યો છે. જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણમાં નર્મદા કેનાલ બાંધવા સંખ્યાબંધ ગામોની જમીન લેવામાં આવી હતી. તેમાં કોર્ટના આકરા વલણથી સરકારે ઈન્ટરર્નલ કમિટી રચી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. અરજદારોને તેમની ખેતીની જમીનના હક્ક-અધિકારથી અને પૂરતા વળતરથી વંચિત રાખ્યા છે.

ગુજરાતના કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં નર્મદા કેનાલના બાંધકામ માટે કેનાલના માર્ગમાં વચ્ચે આવતાં આસપાસના ગામડાઓના સંખ્યાબંધ ખેડૂતો-ગ્રામજનોની જમીન વર્ષ 2010-11માં સંપાદન કરવા કબ્જો લઈ લીધાના 13-13 વર્ષના વ્હાણાં વીતવા છતાં સેંકડો ગ્રામજનોને આજદિન સુધી વળતર ચૂકવાયું નથી. જેને લઇ ગુજરાત હાઇકોર્ટે નારાજગી વ્યકત કરી સરકારનો ખુલાસો માંગ્યો હતો.

હાઈકોર્ટના આકરા વલણને પગલે સરકારને આ મામલે ઈન્ટર્નલ ડિપાર્ટમેન્ટલ કમિટી રચવાની ફરજ પડી હતી અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે એક મહત્ત્વના ચુકાદા મારફતે અરજદાર ખેડૂતોના કિસ્સામાં 6 મહિનામાં વળતર ચૂકવવાની પ્રક્રિયા પૂર્ણ કરવા રાજય સરકારને ફરમાન કર્યું છે. 

હાઈકોર્ટે જણાવ્યું છે કે, ખેડૂતોના વળતર અંગેના દાવા મળેથી કમટીએ તાત્કાલિક કાર્યવાહી કરવાની રહેશે અને અરજદાર ખેડૂતોને શકય એટલી ઝડપથી મહત્તમ છ મહિનામાં વળતર ચૂકવણીની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાની રહેશે. જો કમિટી કોઈપણ કારણસર વિલંબ દાખવશે અથવા પ્રક્રિયા પૂર્ણ નહી કરે તો અરજદાર ખેડૂતો ફરીથી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રિટ અરજી દાખલ કરી શકશે.

નર્મદા કેનાલ બનાવવાના ભાગરૂપે સરકારના સત્તાવાળાઓ દ્વારા અરજદાર ગ્રામજનોની જમીન સને 2010-11માં લઇ લીધી હતી. સત્તાવાળાઓ દ્વારા એ વખતે ગ્રામજનોને એડવાન્સ વળતર ઉચ્ચક ધોરણે ચૂકવી અપાયું હતુ અને ફાઇનલ વળતર બાદમાં આપવાની ખાતરી આપી હતી. જો કે, સત્તાવાળાઓએ લેન્ડ એક્વિઝિશન એકટ-1894ની સંબંધિત જોગવાઇઓનું અનુસરણ કર્યા વિના જ જમીનનો કબ્જો લઇ લીધો હતો અને આટલા વર્ષો સુધી અરજદારોને તેમની ખેતીની જમીનના હક્ક-અધિકારથી અને યોગ્ય તેમ જ પૂરતા વળતરથી વંચિત રાખ્યા હતા.

હાઈકોર્ટે સરકારની ઈન્ટર્નલ ડિપાર્ટમેન્ટલ કમીટીને દરેક ખેડૂતોના કેસને વ્યકિગત ધોરણે ચકાસવા અને કોઈપણ પ્રકારના વિલંબ વિના તેઓની જમીન સંપાદન થયેલી હોય તો એવોર્ડ(વળતર)ની પ્રક્રિયા પૂર્ણ કરવા હુકમ કર્યો હતો. આ માટે અરજદાર ખેડૂતોએ ત્રણ સપ્તાહમાં કમીટીના સત્તાવાળાઓ સમક્ષ રજૂઆત કરવાની રહેશે

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!