Dark Mode
  • રવિવાર, 14 જુલાઈ 2024
Gujarat_Charcha
ઓનલાઈન ન છેતરાવું હોય તો બનાવો આ આધારકાર્ડ

ઓનલાઈન ન છેતરાવું હોય તો બનાવો આ આધારકાર્ડ

 

આધાર કાર્ડ આજે એક બહુ જ આવશ્યક અને મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયો છે. આપણી ઓળખ માટે તે સૌથી મહત્વપૂર્ણ છે. વધુમાં ઘણા સાયબર ક્રિમિનલ હવે સામાન્ય લોકોના આધાર કાર્ડનો દુરુપયોગ કરીને નાણાકીય છેતરપિંડી તો કરી જ રહ્યા છે સાથે જ કેટલાક અપરાધિત ગતિવિધિઓમાં પણ તેનો પ્રયોગ કરી રહ્યા છે. ત્યારે તમારા આધારકાર્ડનો કોઈ દુરુપયોગ ન કરે, તો તમારે માસ્ક્ડ આધાર કાર્ડ બનાવી દેવો જોઈએ, જેથી ઓનલાઈન થતા ફ્રોડથી બચી શકો.


માસ્ક્ડ આધાર કાર્ડ પણ યૂનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા જ આપવામાં આવે છે. તે ન માત્ર સામાન્ય આધારથી અલગ હોય છે, પરંતુ તેના મુકાબલે વધારે સુરક્ષિત  હોય છે. સામાન્ય આધારમાં 12 નંબરનો આધાર અંક છપાયેલો હોય છે. જ્યારે માસ્ક્ડ આધારમાં માત્ર અંતના 4 નંબર જ હોય છે. આધાર કાર્ડ પહેલા 8 આઘાર નંબર માસ્ક્ડ આધાર કાર્ડ આઈડીમાં ‘XXXX-XXXXના રૂપમાં લખેલા હોય છે. આ પ્રકારે આધાર કાર્ડ ધારકનો આધાર કાર્ડ નંબર અજાણ્યા લોક માટે અદ્રશ્ય થઈ જાય છે, જે કોઈપણ પ્રકારના દુરુપયોગને અટકાવે છે.


ID પ્રૂફ તરીકે દરેક જગ્યાએ ચાલે છે


આધાર કાર્ડએ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે જે દરેક જગ્યાએ ઉપયોગી છે, પછી ભલે તે બેંક ખાતું ખોલાવવાનું હોય કે હોટલમાં ચેક-ઇન કરવાનું હોય. આધાર તમને ID પ્રૂફ તરીકે દરેક જગ્યાએ મદદ કરે છે. સમય સમય પર UIDAI લોકોને આધાર સંબંધિત છેતરપિંડીથી બચવા માટે સલાહ આપતું રહે છે, એટલું જ નહીં છેતરપિંડી જેવી ઘટનાઓથી બચવા માટે UIDAIએ માસ્ક્ડ આધારની સુવિધા પણ શરૂ કરી હતી.


માસ્ક્ડ આધારના ફાયદા


માસ્ક્ડ આધારની સુવિધા હોવા છતાં લોકો તેનો ઉપયોગ કરતા નથી અને તેનું સૌથી મોટું કારણ એ છે કે લોકોને ખબર નથી કે માસ્ક્ડ આધારનો ફાયદો શું છે? માહિતીના અભાવને કારણે ઘણા લોકો સામાન્ય અને માસ્ક્ડ આધાર વચ્ચેનો તફાવત જાણતા નથી. જો તમે પણ માસ્ક્ડ આધાર કાર્ડના ફાયદાઓ વિશે જાણવા માગો છો અને વધુ જાણકારી જાણવા ઇચ્છો છો કે માસ્ક્ડ આધાર સામાન્ય આધારથી કેવી રીતે અલગ છે?


ક્યાં કરી શકાય તેનો ઉપયોગ ? 


માસ્ક્ડ આધાર કાર્ડ સંપૂર્ણ રીતે માન્ય છે. તેને UIDAI દ્વારા જ આપવામાં આવે છે. માસ્ક્ડ આધાર કાર્ડનો ઉપયોગ દરેક તે જગ્યાએ કરી શકાય છે, જ્યાં સામાન્ય આધાર કાર્ડનો ઉપયોગ થાય છે. UIDAI પણ સામાન્ય આધાર કાર્ડની ફોટોકોપી આપવાની જગ્યાએ માસ્ક્ડ આધાર કાર્ડ આપવાની અપીલ કરી ચૂક્યું છે, જેથી આધારના દુરુપયોગને ટાળી શકાય.


આવી રીતે કરો ડાઉનલોડ


myaadhaar.uidai.gov.in પર જાઓ અને Loginનો વિકલ્પ પસંદ કરો. આધાર નંબર અને કેપ્ચા કોડ દાખલ કર્યા બાદ Send OTP પર ક્લિક કરો. તમરા આધાર સંબંધિત નંબર પર એક ઓટીપી આવશે, તેને દાખલ કરીને Login પર ક્લિક કરો. Services સેક્શનથી Download Aadhaar પસંદ કરો. રિવ્યૂ યોર ડેમોગ્રાફિક ડેટા સેક્શનમાં Do you want a masked Aadhaarનો વિક્લ્પ પસંદ કરો. ત્યારબાદ Download પર ક્લિક કરો. માસ્ક્ડ આધાર કાર્ડ પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ થઈ જશે.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!