Dark Mode
  • રવિવાર, 14 જુલાઈ 2024
Gujarat_Charcha
લોકપ્રિય SUV પર 1.40 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ

લોકપ્રિય SUV પર 1.40 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ

ટાટા મોટર્સ King Of SUVs ફેસ્ટિવલ ઓફર હેઠળ લોકપ્રિય એસયુવી પર 1.40 લાખ સુધીનું જંગી ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. આ ઉપરાંત ઈલેક્ટ્રિક વાહનોના મામલે નેક્સોન ઈવી પર (1.3 લાખ સુધી)નો ફાયદો મળી રહ્યો છે. જ્યારે તેના પૂરકમાં પંચ ઈવીમાં પણ 30,000 રૂપિયા સુધીની છૂટ રજૂ કરવામાં આવી રહી છે.

ટાટા મોટર્સે 2 મિલિયનથી વધારે SUV વેચવાની ઐતિહાસિક સિદ્ધિ હાંસિલ કર્યા બાદ જાહેરાત કરી છે કે, તે પોતાની લોકપ્રિય એસયૂવીની કિંમતમાં ઘટાડો કરશે. કંપનીએ કહ્યું કે, તે સફારી, હેરિયર, નેક્સોન, પંચ, સિએરા સહિતની SUVની કિંમતમાં ઘટાડો કરશે.

ટાટા મોટર્સની દમદાર એસયુવી હેરિયર અને સફારીની આરંભિક કિંમતમાં આકર્ષક ફેરફાર કરાયો છે. ટાટા મોટર્સ હેરિયર અને સફારી પર 1.40 લાખ રૂપિયા સુધીનું જંગી ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. ટાટા હેરિયરની આરંભિક કિંમત 14.99 રૂપિયા અને ટાટા સફારીની કિંમત 15.49 લાખ રૂપિયા એક્સ શો રૂમ કરી દીધી છે.

ઈલેક્ટ્રિક વાહનોના મામલે નેક્સોન ઈવી પર (1.30 લાખ સુધી)નો ફાયદો મળી રહ્યો છે. જ્યારે તેના પૂરકમાં પંચ ઈવીમાં પણ 30,000 રૂપિયા સુધીની છૂટ રજૂ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત 7 લાખની Nexon હજુ પણ ઓન રોડ લોકપ્રિય ડિમાન્ડમાં છે.

ઉપરાંત ટાટા નેક્સનની આરંભિક કિંમત 7.99 લાખ રૂપિયા અને ટાટા પંચની કિંમત 6.12 લાખ રૂપિયા કરવામાં આવી છે. તમને જણાવી દઇયે કે, આ આ ડિસ્કાઉન્ટ ઓફર 31 જુલાઇ, 2024 સુધી ઉપલબ્ધ છે.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!