Dark Mode
  • રવિવાર, 14 જુલાઈ 2024
Gujarat_Charcha
આજથી 7 દિવસ બંધ રહેશે આ બ્રિજ

આજથી 7 દિવસ બંધ રહેશે આ બ્રિજ

મુંબઇ -અમદાવાદ હાઇસ્પીડ રેલવે પ્રોજેક્ટને અનુલક્ષીને ગોરવા મધુનગરના બ્રિજ પરનો વાહનવ્યવહાર તા.10 થી 17 જુલાઇ સુધી  બંધ રહેશે.મુંબઈ અમદાવાદ હાઈ રેલ પ્રોજેક્ટના ગડર લોન્ચિંગની કામગીરીને લઈ 7 દિવસ વાહન ચાલકોને પ્રવેશબંધી કરાઈ છે. પ્રતિબંધિત રસ્તો અને વૈકલ્પિક વ્યવસ્થા સાથેનું પોલીસ કમિશનરે જાહેરનામું પણ પ્રસિદ્ધ કર્યું છે. 

મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ C5 પેકેજની વડોદરા રેલવે સ્ટેશનના સિવિલ વર્કની કામગીરી એલ એન્ડ ટી કંપની દ્વારા હાલમાં કરાઈ રહી છે. જે કામગીરીના અનુસંધાને મધુનગરબ્રિજ ઉપર ગડર લોન્ચિંગની કામગીરી કરવાની બાકી હોય તેથી તા.10 થી 17 જુલાઈ સુધી આ કામગીરી કરવામાં આવનાર છે. જેથી બ્રિજ પર અવર-જવર કરતા વાહન ચાલકો સાથે અકસ્માત અકસ્માત સર્જાવાની શક્યતાના પગલે મધુનગર ઓવરબ્રિજ ઉપરથી અવર-જવર કરતા તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધી કરવામાં આવી છે.    

પોલીસ કમિશનરે આ અંગે જાહેરનામું પ્રસિધ્ધ કરી કહ્યું છે કે,મધુનગર બ્રિજ થી છાણી તરફ જવાના વાહનો મધુનગર ચારરસ્તાથી ગોરવા બાપુની દરગાહ ત્રણ રસ્તા, અમરકાર ત્રણ રસ્તા ગેંડા સર્કલ, પંડયા બ્રિજ ફતેગંજ સર્કલથી નિઝામપુરા ધરમપુરી સર્કલ થી જમણી બાજુ ચિસ્તીયા નગર થી ડાબી બાજુ થઇ નવાયાર્ડ ફુલવાડી તરફ અવર જવર કરી શકશે. જ્યારે,નવાયાર્ડ ફુલવાડી ચાર રસ્તાથી ફતેગંજ સર્કલ અને છાણી જકાતનાકા સર્કલ તરફ જતા વાહનો ચિશ્તીયા નગર ત્રણ રસ્તાથી જમણી બાજુ,ફતેગંજ પોલીસ સ્ટેશન, પંડયા બ્રિજ નીચેથી જઇ શકશે.આવી જ રીતે ફુલવાડી ચાર રસ્તાથી ચિસ્તીયાનગર  ત્રણ રસ્તા થી ડાબી બાજુ થઇ છાણી જકાત નાકા સર્કલ તરફ જઇ શકશે.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!