Dark Mode
  • રવિવાર, 14 જુલાઈ 2024
Gujarat_Charcha
લોકસભા માટે ભાજપની બીજી યાદી જાહેર, ગુજરાતના વધુ 7 ઉમેદવારના નામની થઈ જાહેરાત

લોકસભા માટે ભાજપની બીજી યાદી જાહેર, ગુજરાતના વધુ 7 ઉમેદવારના નામની થઈ જાહેરાત

લોકસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા બીજી યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં બાકી રહેલ લોકસભા સીટો પર ભાજપ દ્વારા જાહેર કરવામાં આવી છે. ત્યારે બીજી યાદીમાં ભાજપ દ્વારા ગુજરાતના સાત ઉમેદવારના નામ જાહેર કરાયા છે. જેમાં બે મહિલાને સ્થાન આપવામાં આવ્યું છે.

 

ભાજપે આજે સાબરકાંઠા, અમદાવાદ પૂર્વ, ભાવનગર, વડોદરા, છોટા ઉદેપુર, સુરત અને વલસાડ બેઠક પરના ઉમેવારોના નામ જાહેર કર્યા છે. આ અગાઉ ભાજપે બીજી માર્ચે 195 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી, જેમાં 10 ઉમેદવારોને રિપિટ કર્યા હતા.

 

ગુજરાતના વધુ 7 ઉમેદવાર જાહેર

ભાવનગરથી નીમુંબેન બામભણિયા
વલસાડથી ધવલ પટેલ ઉમેદવાર
સુરતથી મુકેશ દલાલ ઉમેદવાર
છોટાઉદેપુરથી જશુભાઈ રાઠવા
વડોદરાથી રંજનબેન ભટ્ટ ઉમેદવાર
અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ ઉમેદવાર
સાબરકાંઠાથી ભીખાજી ઠાકોર

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!